Institute transfer
- ગુજરાત રાજ્ય માં આવેલ એક સરકારી ઈજનેરી કોલેજમાથી બીજી સરકારી ઈજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓને બદલી આપવા માટેના નિયમો અમલમાં છે.
- ઉક્ત જોગવાઈ અનુસાર નીચે દર્શાવ્યા મુજબ ના 3 સંજોગોમાં વિદ્યાર્થીઓને સંસ્થા બદલી ટેકનિકલ નિયામકશ્રી ની કચેરી દ્વારા આપવામાં આવે છે:
- શિક્ષણ વિભાગના તા.૦૩/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક: ટીઈએમ-૧૦૨૦૦૩-સ ના નિયમ-૪ મુજબ નીચેના ત્રણ સંજોગોમાં વિદ્યાર્થીઓને સંસ્થા બદલી આપી શકાય છે.
નિયમ-૪ કયા સંજોગોમાં બદલી થઈ શકશે:
(૧) વિદ્યાર્થીના પ્રથમ વર્ષમાં પ્રવેશ બાદ માતા અથવા પિતાનું અવસાન થયુ હોય.
(૨) વિદ્યાર્થી જે સ્થળે અભ્યાસ કરતો હોય તે સ્થળ વિદ્યાર્થીની તબિયત અનુકૂળ ન હોય અને તેથી સ્થળ ફેર માટે તબીબી બોર્ડએ બીમારી સાથે સ્પષ્ટ ભલામણ કરી હોય.
(૩) જો બે સરકારી કોલેજોમાં એક જ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ અરસ-પરસ બદલી કરવા સંમત હોયતો બન્ને કોલેજના આચાર્યશ્રી ની સંમતી મેળવી નવા સેમેસ્ટરની શરૂઆતમાં બદલી કરી શકશે.
ઉપરોક્ત અરજી વિદ્યાર્થીએ પોતાની હાલની કોલેજના આચાર્ય ને નિયત નમૂના 1 માં કરવાની રહેશે.