Pages

ફિટ ઇન્ડિયા વિક ની ઉજવણી બાબત (December 7, 2020 થી December 13, 2020 )

કોલેજ માં અભ્યાસ   કરતા તમામ વિદ્યાર્થી મિત્રો ને જણાવવાનું કે ભારતના તમામ નાગરિકોમાં ફિટનેસ અને એક્ટિવ લાઈફ સ્ટાઇલ બાબતે જાગૃતિ કેળવાય તથા વિદ્યાર્થીઓ મારફતે સમાજના વધુમાં વધુ લોકો સુધી ફિટનેસ જાગૃતિ પહોંચાડી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા "ફિટ ઇન્ડિયા"  મિશન શરુ કરવામાં આવ્યું છે.

આ મિશન અંતર્ગત આપણી યુનિવર્સિટી અને સરકાર ના માર્ગદર્શન મુજબ આપણી કોલેજ માં ફિટ ઇન્ડિયા ક્લબ ની સ્થાપના કરવામાં આવી છે તથા ફિટ ઇન્ડિયા ક્લબ (FIC) GEC PATAN દ્વારા  તારીખ 7 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર 2020 સુધી "ફિટ ઇન્ડિયા વિક" ની ઉજવણી નું આયોજન કરેલું છે. તો તેમાં વધુ માં વધુ (તથા અન્ય કોલેજ/સ્કૂલ ના વિદ્યાર્થી ઓ ને પણ જોડાવા પ્રોત્સાહિત કરી જોડી શકાય) કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ ઓછામા ઓછી એક પ્રવૃત્તિ માં ઉત્સાહભેર જોડાય તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

ભાગ લેનાર તમામ સહ્ભાગીઓને ઇ-સર્ટીફિકેટ આપવામા આવશે. તથા 10(દશ) કરતા વધુ પ્રવ્રુતીઓમા ભાગ લેનાર ને "Certificate of Appreciation" આપવામા આવશે. અને મળેલા ફોટોગ્રાફ અને ડોક્યુમેંન્ટ પૈકી જે સારા હસે તે તમામ ને ”બુકલેટ”  મા પ્રકાશીત કરવામા આવશે.

 વિધ્યાર્થીઓ મા આર્ટીકલ/રીસર્ચ પેપર લખવાની સ્કિલ ડેવલપ થાય તે હેતુથી નિર્ધારીત ફોર્મેટ મા આર્ટીકલ પણ મંગાવવામા આવ્યા છે. સ્વીકારાયેલા તમામ આર્ટીકલ ને લખનાર ના નામ સાથે ”બુકલેટ” મા પ્રકાશીત કરવામા આવશે. આઉપરાંત  કિચન-બાલ્કની ગાર્ડનીંગ, ઔષધીય છોડ નુ વાવેતર, આંગણામા ખેતી, સુર્ય નમસ્કાર, ફિટનેસ,  એક્ટિવ લાઈફ સ્ટાઇલ અને પોષક આહાર આધારીત પ્રવ્રુતીઓ, ફિજિકલ એક્ટીવિટી, તથા પોસ્ટર મેકિન્ગ, વક્રુત્વ, ડાંસ, નિબંધ, ચિત્ર, કવિતા લેખન, પ્રશ્નોત્તરી વગેરે જેવી સ્પર્ધા ઓ નુ આયોજન કરેલુ છે.

ભાગલેવા તથા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો: https://bit.ly/3qHzHAm

તમામ સ્વિકારાયેલ કામ તથા વિજેતા ની જાહેરાત માટે ઓનલાઇન ઇવેન્ટ (13 December) ના રોજ રાખેલ છે અન્ય ફેરફાર અથવા સમય ની જાણ મેલ દ્વારા કરવામાં આવશે.ફિટ ઇન્ડિયા વિક ની ઉજવણી બાબત અન્ય કોઈ સમસ્યા  હોય તો વિવેકપુરી ગોસ્વામી (4 YEAR mechanical) અથવા ક્રિના પ્રજાપતિ  (4th YEAR EC ) નો સંપર્ક કરવો.

કોલેજ ના કોઈ પણ વિદ્યાર્થી ફિટ ઇન્ડિયા ક્લબ માં જોડાઈ શકે છે. વિદ્યાર્થીઓ ને ફિટ ઇન્ડિયા ક્લબ GEC પાટણ માં જોડાવા માટે ની જાહેરાત ટૂંક સમય માં કરવામાં આવશે